Saturday, 1 July 2017

Great

એક સમૃદ્ધ પરિવાર ના બેન એક દુકાન પર ગયા અને કહ્યું સૌથી સસ્તી સાડી દેખાડો મારા છોકરાનું લગન છે એટલે કામ વાળી ને ભેટ આપવીછે ,
થોડી વાર પછી એ જ દુકાને એ કામ વાળી આવે છે અને કહે છે સૌથી મોંગી સાડી દેખાડો માલકીન ના છોકરાના લગન છે નવી વધુ ને ભેટ આપવી છે 
હવે વિચારો પૈસાદાર વધારે કોણ છે ?

Friday, 30 June 2017

જો ભગવાન સાચે માં છેજ

જો ભગવાન સાચે માં છેજ તો એકવાર ધરતી પર આવી ને કહી ના દે ,
ખોટું ના કરતા ,કરપ્શન ના કરતા ,કોઈને હેરાન ના કરતા ,etc
તો સાલા લોકો એમ પણ કઈ ની કરે ભગવાન ના ડર થી 

આશાઓ

આશાઓ અમર તો છે સાલી પણ,
 સૌથી વધારે દુઃખ પણ એજ આપે છે ભાઈ 

આત્મ જ્ઞાન

ટૂંક માં કહું તો ,
આત્મ જ્ઞાન એટલે તમારી ઈચ્છાઓ નો અંત 

Thursday, 29 June 2017

Do Good

તરવાનું શીખવામાટે પાણી માં કૂદકો મારવો પડે ,
પછી પાણી થી ડરી જઇયે તો તરતાં ના આવડે ,
એ જ રીતે કઈ સારું કરવા માટે એકશન લેવા પડે વાતો થી કઈ ના થાય મારા ભાઈ

Tuesday, 27 June 2017

power

બે સુપર પાવર્સ કદી પણ એક સાથે ના રહી શકે

Monday, 26 June 2017

daru

ગુજરાત દારૂ બંધ હોવા છતાં સૌથી વધુ દારૂ ગુજરાત માં પીવાય છે !
દારૂ બંધ તો એક બહાનું છે ભાઈ પૈસા ઉઘરાવવા નું 
ગલી ના નાના છોકરા ને પણ ખબર હોય છે દારૂ ક્યાં મળે છે તો પછી પોલીસ નું તો શું કેવું એ
તો એમનું કામ છે એમને પકડવા ,
પણ આ માંય સેટિંગ 
પછી દેશનો ઉદ્ધાર તો નક્કી જ છે
વાત સાચી લાગે તો શેર જરૂર કરજો 

Friday, 23 June 2017

corruption

કરપ્શન માટે કેમ કોઈ પગલાં નથી લેવાતાં ખબર છે ?
govt અધિકારીઓ જાતે જ કરપ્શન કરે છે
જે લોકો ને રૂલ્સ બનાવવાના છે એ જ લોકો રૂલ્સ તોડે છે તો પછી સ્ટ્રીક એકશન કઈ  રીતે લે , કોઈ પોતાના પગ ઉપર કુહાડો મારે ખરું !

time

લોકો ખરાબ કામ કરવાં ટેવાયેલાં નથી હોતા ,
એ તો આ સમય જ છે જે એમને મજબુર કારે છે ખરાબ કામ કરવાં 

setting

Govt. પ્લાસ્ટિક ના વાપરવા અપીલ કરે છે પણ પ્લાસ્ટિક મેનુફેકચર ને  કાંઈ કેતી નાથી જો પ્લાસ્ટિક બનાવવાનું જ બંધ કરાવી દે તો સાલી જંજટજ જતી રે પણ આવું કરવું નથી કેમ કે ત્યાં સેટિંગ ચાલે છે ને ભાઈ 
જો નિભાવવાની ઈચ્છા બંને તરફ થી હોય તો દુનિયાનો કોઈ સંબંધ ક્યારેય તૂટતો નથી 

The real kavi

જયાં ના પહોચેં રવિ ત્યાં પહોંચે કવિ 

time

રાહ ના જુવો,
સારું કાર્ય કરવા માટે આ સમય બેસ્ટ છે 

Be clean

સ્વચ્છતા ત્યાં પ્રભુતા 

locha

લોચા ક્યાં પડે છે ભાઈ ખબર છે ?
કોઈ ખરાબ કામ કરતો હોય અને આપણે એને ના રોકી ને તેને મોટીવેટ કરીયે છીએ લોચા ત્યાં પડે છે 

Thursday, 22 June 2017

success

ઘણાં બધાં લોકો સલાહ આપતા હોય છે,
કે કામ સાંભળી ને કરજે fail ના થઇજાવાય ,
પણ એમને ખબર નથી કે success નો પહેલો સ્ટેપ failure છે.
તિર છોડવાનું હાવમાં લાગ્યું તો ઠીક નહિ તો તુક્કો.

Wednesday, 21 June 2017

કેમ છો?

કેમ છો  મિત્રો ?
કોમેન્ટ અવશ્ય કરવા વિનંતિ.

Plans

Put your plans into action,
for achievements.☺

CRAZY......

Be the crazy and foolish always......

lets learn ,words of the day



Beard :- દાઢી
Wrist :- કાંડુ
Knee :-ધૂંટણ
Throat :-ગળું
saliva :- લાળ,થૂંક
Bone :- હાડકું
Palm :- હથેળી
Skull :- ખોપરી
Moustache :-મૂંછ
Fist :- મુઠ્ઠી 
તમારું વર્તન નક્કી કરશે કે તમારો સંબંધ કેટલો લાંબો ચાલશે!

મન

તમારું મન હંમેશા વિચલિત થતું રહેશે,
તમારે એને દરરોજ મોટીવેટ કરવું પડશે

happinessss

happinesss is comes when your lovings with you.

Wednesday, 15 March 2017

Thnk.....

Thre is a logic behind everything you need to just observe deeply that why it is so.

Tuesday, 14 March 2017

Photos

quotes


101 ગુજરાતી કહેવતો.. તમને કેટલી કેહવત યાદ છે?


101 ગુજરાતી કહેવતો..
તમને કેટલી કેહવત યાદ છે?

૧, બોલે તેના બોર વહેચાય
૨. ના બોલવામાં નવ ગુણ
૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે
૫. સંપ ત્યાં જંપ
૬. બકરું કઢતા ઉંટ પેઠું
૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો
૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે
૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
૧૨. ખાલી ચણો વાગે ઘણો
૧૩. પારકી મા જ કાન વિંધે
૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને
જ્યાં ન
પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી
૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે
૧૮. શેરને માથે સવાશેર
૧૯. શેઠની શીખામણ જાંપા સુધી
૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને
પાછો આવ્યો
૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં
૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
૨૩. રામ રાખે તેને કોણ ચાખે
૨૪. ઊંટના અઢાર વાંકા
૨૫. ઝાઝા હાથ રળીયામણાં
૨૬. કીડીને કણ ને હાથીને મણ
૨૭. સંગર્યો સાપ પણ કામનો
૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
૨૯. નાચ ન જાને આંગન ટેઢા
૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
૩૧. ચેતતા નર સદા સુખી
૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો
૩૩. વાડ થઈને ચીભડાં ગળે
૩૪. ઉતાવળે આંબા ન પાકે
૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા
૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ
૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને
વાંકી જ
૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ
બારણાં માં
૪૧. દુકાળમાં અધિક માસ
૪૨. એક સાંધતા તેર તૂટે
૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં
૪૪. મા તે મા, બીજા વગડાનાં વા
૪૫. ધીરજનાં ફળ મીઠાં
૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું
૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે
૪૮. સો સોનાર કી એક લૂહાર કી
૪૯. રાજા ને ગમે તે રાણી
૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું
૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
૫૨. ગાંડાના ગામ ન હોય
૫૩. સુકા ભેગુ લીલુ બળે
૫૪. બાવાનાં બેવુ બગડે
૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ
ધોવા ન
જવાય
૫૬. વાવો તેવું લણો
૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર
૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી
૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
૬૦. સંગ તેવો રંગ
૬૧. બાંધી મુઠી લાખની
૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ
૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ
૬૪. લાલો લાભ વિના ન લૂટે
૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા
૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી
૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી
૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો
૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય
૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો
૭૧. સીધુ જાય અને યજમાન રીસાય
૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો
૭૩. હસે તેનું ઘર વસે
૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના
૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે
૭૬. ભેંસ આગળ ભાગવત
૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો
૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
૭૯. ના મામા કરતાં કાણો મામો સારો
૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે
૮૧. મન હોય તો માંડવે જવાય
૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
૮૩. પારકી આશ સદા નીરાશ
૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર
૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ
૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે
૮૯. નામ મોટા દર્શન ખોટા
૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને
૯૧. ગા વાળે તે ગોવાળ
૯૨. બાંધે એની તલવાર
૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
૯૫. મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ
૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
૯૭. આંધળામાં કાણો રાજા
૯૮. ઈદ પછી રોજા
૯૯. ખાડો ખોદે તે પડે
૧૦૦. ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી
૧૦૧. નમે તે સૌને ગમ
વિસરાઇ ગયેલા બાળગીતો :
~~~~~~~~~~~~~~~~
મામાનું ઘર કેટલે
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ
—————————————-
અડકો દડકો
દહીંનો દડકો
દહીં દૂજે, દરબાર દૂજે
વાડી માંહીનો વેલો દૂજે
ઉલ મુલ ધતુરાનું ફુલ
ખાઈ જા શેરડી ખજૂર
—————————————-
હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ
—————————————-
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી
—————————————-
મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
—————————————-
એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢા

Good persons


Sara manso A minbatti jeva nathi hota je thodu saru kari ne khatam thai jay....
A to Agarbatti jeva hoy 6e ,
jo tame aemne kharidi shakta na hoy to kai nai,
Pan aemni sugandh no labh to tamne dur thi pan malto rahe 6e.
"I want to be with you forever"

Monday, 13 March 2017

logic

I am interested to find logic behind things which people generally avoid.

wishing

hey guys....
this blog is newly created by Tapu patel for the knowledge and enjoy purpose.